કતાર ઓપનના પહેલા રાઉન્ડમાં શારાપોવા બહાર

કતાર ઓપનના પહેલા રાઉન્ડમાં શારાપોવા બહાર

દોહા, તા. 13 : પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રશિયાની સ્ટાર ખેલાડી મારિયા શારાપોવા કતાર ઓપનના પહેલા દોરમાં મોનિકા નિકુલેસ્કુ સામે હારીને ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ છે. દુનિયામાં 91માં ક્રમાંકની ખેલાડી નિકુલેસ્કુ રશિયાની શારાપોવાથી 51 ક્રમાંક પાછળ છે. જો કે શાનદાર પ્રદર્શનની મદદથી રોમાનિયાની ખેલાડીએ કતાર ઓપનના બીજા રાઉન્ડમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે. મોનિકાએ શારાપોવાને 4-6, 6-4, 6-3થી મ્હાત કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer