શ્રીદેવીને સ્થાને બીજી અભિનેત્રીને લેવાની ઉતાવળ કરણને નથી

શ્રીદેવીને સ્થાને બીજી અભિનેત્રીને લેવાની ઉતાવળ કરણને નથી

અચાનક નિધન થયું તેના થોડા દિવસ અગાઉ જ શ્રીદેવીએ કરણ જોહરના નિર્માણ ગૃહની ફિલ્મ `િશદ્દત' સાઇન કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક વર્મન કરવાના હતા. જોકે, હવે શ્રીદેવીની જગ્યાએ કઇ અભિનેત્રીને કરણ લેશે તે વિશે જાતજાતની અટકળો થઇ રહી છે. પરંતુ કરણને તેની ઉતાવળ નથી. શ્રીદેવીને લઇને ખુશખુશાલ થયેલો કરણ તેના અચાનક જતા રહેવાથી અત્યંત દુ:ખી થઇ ગયો છે. તે હજુ આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. આથી શ્રીદેવીના સ્થાને કઇ અભિનેત્રીને લેવી તેનો વિચાર કરવાની સ્થિતિમાં તે નથી. 
નોંધનીય છે કે શ્રીદેવીની દીકરી જાન્હવીને બૉલીવૂડમાં લોન્ચ કરવાની જવાબદારી કરણે સ્વીકારી છે. હાલમાં તેની પ્રથમ ફિલ્મ `ધડક'નું  શૂટિંગ ચાલી રહ્યું છે. આ શૂટિંગમાં જાન્હવીને જરા પણ મુશ્કેલી ન થાય કે તે અપસેટ ન થાય તેની તકેદારી કરણ સ્વયં રાખી રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer