રબાડાની કાતિલ બૉલિંગ : બીજી ટેસ્ટમાં અૉસ્ટ્રેલિયા સામે આફ્રિકાનો 6 વિકેટે વિજય

રબાડાની કાતિલ બૉલિંગ : બીજી ટેસ્ટમાં અૉસ્ટ્રેલિયા સામે આફ્રિકાનો  6 વિકેટે વિજય

ચાર ટેસ્ટની શ્રેણી 1-1ની બરાબરી પર

પોર્ટ એલિઝાબેથ તા.12: કાગિસો રબાડાની કાતિલ બોલિંગ અને એબી ડિ'વિલિયર્સની શાનદાર બેટિંગની મદદથી દક્ષિણ આફ્રિકાએ બીજા ટેસ્ટમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે વિજય હાંસલ કર્યોં છે. આથી ચાર મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આજે બીજા ટેસ્ટના ચોથા દિવસે રબાડાની કાતિલ બોલિંગ(6 વિકેટ) સામે કાંગારૂ ટીમ તેના બીજા દાવમાં 239 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી આફ્રિકાને જીત માટે 101 રનનું મામૂલી વિજય લક્ષ્યાંક મળ્યું હતું. જો કે ત્યાં સુધી પહોંચવમાં આફ્રિકાએ ટોચની 4 વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા દાવમાં સદી કરનાર ડિ'વિલિયર્સે બીજા દાવમાં આફ્રિકા તરફથી સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. આજે સવારે ઓસ્ટ્રેલિયાની ટીમ તેના બીજા દાવમાં 79 ઓવરમાં 239 રનમાં ઓલઆઉટ થઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer