સાત સત્રોની પ્રોત્સાહક ચાલ પછી ઢીલું જણાતું શૅરબજાર

મુંબઈ, તા. 16 : ગયા પૂરા સપ્તાહ સાથે સળંગ સાત સત્રોમાં શૅરબજારમાં જોવાયેલો તેજીનો ટ્રેન્ડ આ નવા સપ્તાહના શરૂઆતના સત્રમાં અટકતો જણાયો હતો. અમેરિકા-સીરિયા વચ્ચેના તણાવની સ્થિતિ અને એશિયન બજારોના ભાવાંકો (જાપાનના નિક્કી સિવાય) નરમાઈ તરફી જણાતાં સ્થાનિક શૅરબજારમાં પણ નફારૂપી વેચવાલીનું માનસ જણાયું હતું. આજે સવારે ઊઘડતાં કાળમાં બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનામાં 103 પોઈન્ટ અને નિફ્ટી 26 પોઈન્ટ નરમાઈ તરફી જણાયો હતો. જે ટ્રેન્ડ આગળ ઉપર પણ ઓછો વધતો ઢીલો જ રહ્યો હતો. આ લખાય છે ત્યારે 10.02 વાગ્યે સેન્સેક્ષ 47 પોઈન્ટ ઘટીને 34,145ની અને નિફ્ટી 12 પોઈન્ટ ઘટી 10,468ની સપાટીએ રહ્યો હતો.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer