શ્રીસંથના કેસનો ફેંસલો જુલાઇના અંત સુધીમાં લાવો : સુપ્રીમ કોર્ટ

શ્રીસંથના કેસનો ફેંસલો જુલાઇના અંત સુધીમાં લાવો : સુપ્રીમ કોર્ટ
 
નવી દિલ્હી, તા.15 : સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટને કહ્યુ છે કે આઇપીએલના સ્પોટ ફિક્સિંગ મામલાનો જુલાઇના અંત સુધીમાં ફેંસલો લઇ લેવામાં આવે. આ મામલે શ્રીસંથ સહિત બીજા ખેલાડીઓને આરોપમુક્ત કરવાના નીચેની કોર્ટના ફેંસલા પર દિલ્હી હાઇકોર્ટમાં અપીલ થઇ છે. જેના પર આજે સુપ્રીમે ટિપ્પણી કરી છે. શ્રીસંથે કેરળ હાઇકોર્ટના ફેંસલા સામે સુપ્રીમમાં અપીલ કરી છે. બીસીસીઆઇએ તેના પર આજીવન પ્રતિબંધ મુકયો છે. જે કેરળ હાઇકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. જેના પર સુપ્રીમે કહ્યુ છે કે ખેલાડીની રમવાની ઉત્સુક્તા સમજી શકાય છે, પણ નીચેની કોર્ટના ફેંસલા સામે દિલ્હી પોલીસની હાઇકોર્ટની અપીલ પર શું નિર્ણય આવે છે તેની અમને રાહ 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer