માંચેસ્ટર યુનાઇટેડ સૌથી ધનાઢ્ય કલબ

માંચેસ્ટર યુનાઇટેડ સૌથી ધનાઢ્ય કલબ

પેરિસ, તા.23: માંચેસ્ટર યૂનાઇટેડની ટીમ ભલે ઇંગ્લીશ પ્રીમિયર લીગમાં બીજા સ્થાને રહી હોય, પણ વેલ્યૂના આધારે તેણે દુનિયાની તમામ ફૂટબોલ કલબને પછાડી દીધી છે. એક રિપોર્ટ અનુસાર માંચેસ્ટર યૂનાઇટેડની કિંમત પાછલા વર્ષની તુલનામાં પ ટકા વધીને 3.77 અબજ ડોલરની થઇ છે. જ્યારે રીયલ મેડ્રિડની કીંમત 2.9 અબજ ડોલર આંકવામાં આવી છે. એફસી બાર્સિલોનાની કીંમત 2.8 અબજ ડોલર ગણવામાં આવી છે. આ સૂચિમાં બાયર્ન મ્યુનિચ ચોથા સ્થાને છે. નેમાર જે ટીમ તરફથી હાલ રમી રહ્યો છે તે કલબ પેરિસ સેંટ જર્મેન 11મા નંબર પર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer