ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી. .

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી. .
કેન્દ્રીય પ્રધાન અને અૉલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ રાજ્યવર્ધન રાઠોડે ટ્વિટર પર એક ફિટનેસ ચેલેન્જ શરૂ કરી છે. રાઠોડે આમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ ચેલેન્જ કર્યા છે. કોહલીએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે અને તેને પૂરી કરતાં અન્ય ત્રણ લોકોને પણ તેમાં ટેગ કર્યા છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શામેલ છે, જેનો મોદીએ સ્વીકાર કર્યો છે. મોદીએ ટ્વીટ કર્યું છે કે વિરાટ મને ચેલેન્જ મંજૂર છે. હું જલદી જ મારો ફિટનેસ વીડિયો શેર કરીશ. વિરાટના ટેગમાં મહેન્દ્રસિંહ ધોની અને અનુષ્કા વિરાટ શર્મા પણ છે

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer