પાકિસ્તાનની જેલમાં 24 વર્ષથી બંધ કુલદીપની બહેનને નોકરી આપવા હાઈ કોર્ટનો આદેશ


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12 : શહેરના ચાંદખેડા વિસ્તારના રહેવાસી  અને હાલ પાકિસ્તાનની  જેલમાં બંધ કુલદીપ નાનકચંદ યાદવને લઇ ગુજરાત હાઇ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે હાઇ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, કુલદીપની બહેન રેખા યાદવને વળતર પેટે કેન્દ્ર સરકારે નોકરી આપવી જોઇએ. હાઇ કોર્ટના આ પ્રકારના ચુકાદાને કારણે રેખાને નોકરી મળશે પણ તેનો ભાઇ કુલદીપ ઘરે પાછો ક્યારે ફરશે તેના કોઇ સમાચાર નથી. 
કુલદીપની  બહેન રેખા યાદવે ગુજરાત હાઇ કોર્ટમાં પિટિશન કરી દાદ ચાહી હતી. કુલદીપની બહેન રેખાએ રજૂઆત કરી હતી કે, તેનો ભાઇ છેલ્લાં 24 વર્ષથી  પાકિસ્તાનની જેલમાં સબડી  રહ્યો છે. આ અંગે ભારત સરકારને અનેક રજૂઆત કરવા છતાં સરકારે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. આ સંજોગોમાં હાઇ કોર્ટે કુલદીપને ભારત પરત લાવવા માટે આદેશ આપવો જોઇએ અને પરિવારને વળતર ચૂકવવું જોઇએ. આ અંગે હાઇ કોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેખાને નોકરી આપવા માટે આદેશ કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer