એસસી/એસટીને સરકારી નોકરીઓના પ્રમોશન અંગે અનામત મામલે વચગાળાનો આદેશ નહીં : સુપ્રીમ

એસસી/એસટીને સરકારી નોકરીઓના પ્રમોશન અંગે અનામત મામલે વચગાળાનો આદેશ નહીં : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 11: સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ/જનજાતિઓને બઢતીમાં અનામત આપવાના મામલે 06ના પોતાના પૂર્વ આદેશ વિરુદ્ધ વચગાળાનો આદેશ જારી કરવાનો સર્વોચ્ચ અદાલતે આજે ઈનકાર કર્યો હતે. આ મામલો સંપન્ન વર્ગ (ક્રિમી લેયર)ને લાગુ કરવા સાથે સંકળાયેલો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) દિપક મિશ્રાના વડપણવાળી બેન્ચ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત એટર્ની જનરલ (એજી)કેકે વેણુગોપાલે જણાવ્યું હતું કે 7 ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ચે આ મામલાની તત્કાળ સુનાવણી કરવી જોઈએ, કારણ કે વિભિન્ન અદાલતી ફેંસલાઓથી ઉદ્ભવેલા ભ્રમના કારણે રેલવે અને સેવાઓમાંની લાખો નોકરીઓ અટકી પડી છે. બંધારણીય બેન્ચ સમક્ષ ઓલરેડી અનેક મામલા પડતર છે ત્યારે આ મામલાને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં હાથ ધરી શકાશે એમ બેન્ચે જણાવ્યું હતું.
એમ. નાગરાજ અને અન્યો વિરુદ્ધ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાવાળા 06ના કેસમાં અપાયેલા ફેંસલા વિશે ફેરવિચાર કરવાની જરૂર છે કે નહીં તે જ એકમાત્ર બાબત પાંચ જજની બંધારણીય બેન્ચ જોઈ જશે એમ સર્વોચ્ચ અદાલતે ગઈ તા. 15 નવે.ના તેના ફેંસલામાં જણાવ્યું હતું.
એમ. નાગરાજવાળા ફેસલામાં જણાવાયું હતું કે અનુસૂચિત જાતિ/જનજાતિની શ્રેણીઓમાંની પદોન્નતિ (પ્રમોશન) આગલા બે મામલાઓની જેમ  ક્રિમી લેયરને લાગુ ન પાડી ન શકાય. 1992માં ઈન્દિરા સાહની તથા અન્યો વિરુદ્ધ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને 2005ના ઈવી ચિન્નૈયા વિરુદ્ધ સ્ટેટ ઓફ આંધ્ર પ્રદેશે આપેલા ફેંસલામાં અન્ય પછાત વર્ગની શ્રેણીમાં ક્રિમી લેયર સાથે સંકળાયેલા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer