વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં નડાલ - જોકોવિચ આમને – સામને

વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં નડાલ - જોકોવિચ આમને – સામને

જોન ઇસ્નર સામે કેવિન એન્ડરસન ટકરાશે

વિમ્બલ્ડન, તા.12: આઠ વખતના ચેમ્પિયન મહાન ટેનિસ ખેલાડી રોઝર ફેડરરની ચાર કલાકથી વધુની સંઘર્ષભરી લડત બાદ હારના સનસનીખેજ પરિણામ બાદ વિશ્વ નંબર વન સ્પેનનો રાફેલ નડાલ વિમ્બલ્ડનના સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે. જ્યાં તેની ટક્કર પરંપરાગત હરીફ નોવકા જોકોવિચ સામે થશે. ટુર્નામેન્ટના બીજા ક્રમના ખેલાડી સ્પેનના રાફેલ નડાલે ક્વાર્ટર ફાઇનલમાં 4.45 કલાકનો મેરેથોન મુકાબલો રમીને આર્જેન્ટિનાના ખેલાડી જુઆન માર્ટિન ડેલ પેત્રો સામે 7-5, 6-7, 4-6, 6-4 અને 6-4થી લડાયક જીત મેળવી હતી. જ્યારે અન્ય એક ક્વાર્ટર ફાઇનલ મેચમાં નવમા ક્રમના અમેરિકાના જોન ઇસ્નરે કેનેડાના 13મા ક્રમના ખેલાડી મિલોસ રાઓનિક સામે 6-7, 7-6, 6-4 અને 6-3થી જીત મેળવી હતી.  તેની સેમિ ફાઇનલમાં ટક્કર ફેડરરને હાર આપનાર દ. આફ્રિકાના કેવિન એન્ડરસન સામે થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer