ઍરસેલ - મેક્સિસ કેસ : ચાર્જશીટમાં ચિદમ્બરમ અને પુત્ર કાર્તિ આરોપી

ઍરસેલ - મેક્સિસ કેસ : ચાર્જશીટમાં ચિદમ્બરમ અને પુત્ર કાર્તિ આરોપી

નવીદિલ્હી, તા.19: પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમને એરસેલ-મેક્સિસ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ નવા ચાર્જશીટમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દાખલ આરોપનામામાં ચિદમ્બરમ ઉપરાંત તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સહિત કુલ 16 સામે આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં વર્તમાન અને નિવૃત્ત સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સીબીઆઈનાં ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડની મંજૂરી માટે બે પ્રકારે નાણાંની હેરફેર થયાનું તપાસમાં બહાર આવ્યું છે. હવે અદાલત 31મી જુલાઈએ આ મામલો સંજ્ઞાન લેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer