ટોરંટો માસ્ટર્સમાં નડાલ ત્રીજા રાઉન્ડમાં

ટોરંટો માસ્ટર્સમાં નડાલ ત્રીજા રાઉન્ડમાં
ટોરંટો, તા.9: દુનિયાનો ટોચનો ટેનિસ ખેલાડી સ્પેનનો રાફેલ નડાલ ફ્રાંસના ખેલાડી બેનોઇટ પેયરને 6-2 અને 6-3થી હાર આપીને ટોરંટો માસ્ટર્સ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. નડાલની નજર ચોથી વખત આ સ્પર્ધાનો ખિતાબ જીતવા પર છે. નડાલ અહીં 2005, 2008 અને 2013માં ટ્રોફી જીતી ચૂક્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં નડાલનો સામનો હવે સ્ટેન વાવરિંકા સામે થશે. ગયા વર્ષના વિજેતા જર્મનીના એલેકઝાંડર જવેરેવ અને સર્બિયાના નોવાક જોકોવિચની બીજા રાઉન્ડમાં જીત થઇ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer