• શનિવાર, 20 એપ્રિલ, 2024

દેવિકા રાની અને હિમાંશુ રાય પર અશ્વિની ઐયર તિવારી બનાવશે ભવ્ય ફિલ્મ   

નીલ બટ્ટે સન્નાટા, બરેલી કરી બરફી અને પંગા જેવી ફિલ્મોના દિગ્દર્શક અશ્વિની ઐયર તિવારીએ હવે ભવ્ય ફિલ્મ દિગ્દર્શિત કરવાના છે. આ ફિલ્મ દેવિકા રાની અને હિમાંશુ રાયના જીવન પર આધારિત હશે. ભારતીય સિનેમાની ફર્સ્ટ લેડીનું બિરુદ પામેલી દેવિકા રાની અત્યંત સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી હતી. ત્યારે હિમાંશુ રાય ભારતીય સિનેઉદ્યોગના અગ્રણીઓમાંના એક હતા. તેઓ ઉત્તમ કલાકાર અને વિચક્ષણ બિઝનેસમૅન હતા. ભારતના પ્રથમ વ્યવસાયિક ફિલ્મ સ્ટુડિયો બૉમ્બે ટોકિઝની સ્થાપના દેવિકા રાની અને હિમાંશુ રાયે 1934માં કરી હતી અને આ સ્ટુડિયોએ એક દાયકા સુધી ફિલ્મજગત પર રાજ કર્યું હતું. અશ્વિનીને ફિલ્મમેકર તરીકે વાર્તાને ઉત્તમ રીતે કહેવાનો શોખ છે. હવે તે દેવિકા રાની અને હિમાંશુ રાયના જીવન પર મોટા પાયે ફિલ્મ બનાવી રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું પટકથા લેખન ચાલે છે. ફિલ્મ જગત સાથે જોડાયેલી આ બે દિગ્ગજ વ્યક્તિના જીવન પરની ફિલ્મ બનાવવી સરળ નથી અને અશ્વિનીએ આ પડકાર સ્વીકારી લીધો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ