• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

આઈટીસીનું માર્કેટકૅપ 5.50 લાખ કરોડને ક્રોસ કરી ગયું

વર્ષ 2023માં અત્યાર સુધીમાં ભાવમાં 33 ટકાની વૃદ્ધિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : એફએમસીજી સેક્ટરની અગ્રણી કંપની આઈટીસીનું માર્કેટ કૅપ શુક્રવારે રૂા. 5.50 લાખ કરોડ કરતાં વધી ગયું હતું. શુક્રવારે કંપનીના શૅરનો ભાવ દિવસ દરમિયાન વધીને રૂા. 444.75ના નવા ઊંચા લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ભાવ 0.59 ટકા વધીને રૂા. 443.70 પર બંધ રહ્યો હતો. માર્કેટ કૅપ રૂા. 5,51,431 કરોડનું રહ્યું છે.

કૅલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીમાં કંપનીનું માર્કેટ કૅપ ઇન્ફોસિસ, એસબીઆઈ, એચડીએફસી, ભારતી ઍરટેલ, અદાણી એન્ટરપ્રાઇસીસ અને એલઆઈસી કરતાં વધી ગયું છે. હવે માર્કેટ કૅપ રેન્કિંગમાં કંપની છઠ્ઠા ક્રમે છે. સતત છઠ્ઠા દિવસે કંપનીના શૅરના ભાવમાં વૃદ્ધિ થઈ છે. કૅલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીમાં સેન્સેક્ષમાં 1.50 ટકાની વૃદ્ધિ થઈ છે. એની સામે આઈટીસીના શૅરનો ભાવ 33 ટકા વધ્યો છે. કૅલેન્ડર વર્ષ 2023ના પ્રારંભે કંપનીનું માર્કેટ કૅપ રૂા. 4.12 લાખ કરોડનું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ