• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ખાદ્ય પદાર્થોના વેપારીઓને 30 જૂન સુધી `ડી-વન' ફૉર્મ ભરવાની તક  

મુંબઈ, તા. 15 : ફૂડ સિક્યુરિટી ઍન્ડ સ્ટાન્ડર્ડસ અૉથોરિટી અૉફ ઈન્ડિયાએ ખાદ્ય પદાર્થના નિર્માતા, રિપૅકર, રિલેબલર, પૅકર, મેન્યુફેક્ચરર્સ વગેરે સાથે જોડાયેલા વેપારીઓને મોટી રાહત આપી છે. તેમને નાણાકીય વર્ષનું વાર્ષિક રિટર્ન ડી-વન ફૉર્મ ભરવા માટે ત્રીસ જૂન સુધીની મુદત આપવામાં આવી છે. કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સરકારે આ રાહત કૈટ અને ખાસ કરીને ઉત્તર પ્રદેશની માગણીથી આપી છે. જોકે, નક્કી કરેલી મુદત સુધીમાં ફૉર્મ ભરવામાં નહીં આવે તો એ પછી મોટી રકમનો દંડ લગાડવાની વ્યવસ્થા પણ અૉથોરિટી દ્વારા કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ