• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

ભારત સંબંધિત ગૅસ પાઈપલાઈન ઉપર નિયંત્રણ ઈચ્છે છે હક્કાની જૂથ

તાલિબાની નેતાઓ વચ્ચે સરકારમાં પદ માટે વિખવાદ : યુનોનો રિપોર્ટ

નવી દિલ્હી, તા. 11 : સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા નિયુક્ત આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાની ઘણી આર્થિક યોજનાઓ પોતાના નિયંત્રણમાં લેવાની કોશિશ કરી રહ્યો છે. 

મુખ્ય રૂપથી તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત ગેસ પાઈપલાઈનના અફઘાની વિસ્તારમાં નિર્માણ ઉપર નિયંત્રણ લાદવાની માગણી કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાની નેતાઓ વચ્ચે સરકારમાં વિવિધ પદને લઈને સતત વિખવાદ ચાલી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર  સુરક્ષા પરિષદની 1988ની તાલિબાન પ્રતિબંધ સમિતિની ટીમે રિપોર્ટમાં કહ્યું છે કે વાસ્તવિક રાજ્ય તંત્ર અને પ્રાંતીય પ્રશાસનના પદના વિતરણને લઈને તાલિબાની અધિકારીઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. કાર્યવાહક ગૃહ મંત્રી સિરાજુદ્દીન હક્કાની અને કાર્યવાહક પ્રથમ ઉપવડાપ્રધાન મુલ્લા બરાદર વચ્ચે ઘણા મુદ્દે સહમતિ બની રહી નથી. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બરાદર દક્ષિણ પ્રાંતના પ્રશાસનનું સમર્થન કરી રહ્યો છે. સતત તાલિબાન માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા, વિદેશોમાં અફઘાની સંપત્તિ મુક્ત કરાવવા અને વિદેશી સહાયોને વિસ્તાર આપવાની માગ કરવાની પ્રક્રિયા ઉપર નિયંત્રણ ઈચ્છે છે. સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે આ તમામ વિખવાદ સરકારમાં પદને લઈને છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ