અમેરિકાની ચૂંટણી પૂર્વે અથડાતું સોનું

અમેરિકાની ચૂંટણી પૂર્વે અથડાતું સોનું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા.5 : અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીને કારણે સોનું અને ચાંદી સાંકડી રેન્જમાં અથડાઇ ગયા છે. રિપબ્લિકન કે ડેમોક્રેટિક કઇ પાર્ટી જીતશે તેની અટકળો તેજ બની છે. ચૂંટણીનાં પરિણામો મોટો પ્રભાવ અમેરિકી રાજકારણ કે અર્થતંત્ર ઉપર પાડવાના નથી છતાં ઇંતેજારી વધી છે. ન્યૂ યોર્કમાં 1232 ડૉલરની સપાટીએ સોનું રાનિંગ હતું. બજારમાં વેઇટ ઍન્ડ વોચની સ્થિતિ છે. છ નવેમ્બરે ચિત્ર સ્પષ્ટ થઇ જશે. અૉપિનિયન પોલનું માનીએ તો ડેમોક્રેટીક પાર્ટી વિજેતા થઇને હાઇસમાં પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતા છે. 
ચલણ બજારમાં ડૉલરનું મૂલ્ય નજીવું ઘટયું હતું એટલે સોના ઉપર ખાસ પ્રભાવ પડયો ન હતો. ચાર્ટ પ્રમાણે સોનાનો ભાવ 1240 ડૉલરની ઉપર રહે ત્યાં સુધી 1250-1260 સુધી તેજી આવવાની શક્યતા નકારાતી નથી. એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો શુક્રવારે 0.23 ટકા ઘટીને 759.06 ટનની શુક્રવારે રહી હતી. ફંડોની નેટ શોર્ટ પોઝિશન ફરીથી વધી છે એવું કૉમોડિટી ફ્યુચર ટ્રેડિંગ કોર્પોરેશનનું કહેવું છે. 
ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ 14.72 ડૉલરના સ્તરે રાનિંગ હતો. રાજકોટમાં એક કિલો ચાંદી રૂા. 200ના ઘટાડા સાથે રૂા. 38,600 અને મુંબઇમાં રૂા. 195ના ઘટાડામાં રૂા. 38,505 હતી. રાજકોટમાં 24 કેરેટ સોનું રૂા. 100ના સુધારામાં રૂા. 32,500 હતું. મુંબઇમાં રૂા. 150ના સુધારામાં રૂા. 31,910 હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer