બાબા રામદેવે `પતંજલિ પરિધાન'' સ્ટોર શરૂ કર્યો

બાબા રામદેવે `પતંજલિ પરિધાન'' સ્ટોર શરૂ કર્યો
2020 સુધીમાં 200 નવા શોરૂમ શરૂ કરવાની યોજના
નવી દિલ્હી, તા.5 : ધનતેરસના દિવસે બાબા રામદેવે એપેરલ બિઝનેસમાં પ્રવેશ કરતા નવી દિલ્હી ખાતે દેશની અગ્રણી એફએમસીજી કંપનીનો પહેલો `પતંજલિ પરિધાન' સ્ટોર લોન્ચ કર્યો છે. વર્ષ 2020 સુધીમાં 200 નવા શોરૂમ શરૂ કરવાનું વચન પતંજલિએ આપ્યું છે. 
દિલ્હીના નેતાજી સુભાષ પેલેસમાં પતંજલિનો આ એપેરેલ સ્ટોર શરૂ થયો છે. આ સ્ટોરમાં લાઈવફીટ, આસ્થા અને સંસ્કાર બ્રાન્ડ અંતર્ગત પુરુષ, મહિલા અને બાળકો માટેના તૈયાર વત્રો મળશે. પતંજલિની આ ફેશન કંપનીએ 3000 જેટલા પ્રોડકટ્સ અૉફર કરવાનું વચન આપ્યું છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ગ્રાહકોને આ સ્ટોરના દરેક પ્રોડકટ્સમાં 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. 
બ્રાન્ડેડ દુકાનોમાં જિન્સ રૂા.900થી રેન્જથી શરૂ થાય છે, પરંતુ પતંજલિ પરિધાનમાં રૂા.500માં મળશે, જ્યારે અન્ય બ્રાન્ડેડ દુકાનોમાં મળતા $2500ની રેન્જમાં શર્ટ પતંજલિની આ દુકાનમાં રૂા.500માં મળશે. તેમ જ બજારમાં રૂા.500ના મળતા ઈનરવેર `પરિધાન'માં રૂા.100માં મળશે, એમ કંપનીએ કહ્યું છે. 
બાબા રામદેવે તાજેતરમાં કહ્યું હતું કે, વિદેશી કંપનીઓને સ્પર્ધા આપવા માટે `પતંજલિ પરિધાન' જિન્સ, એથનિક વેરથી એસેસરીઝ સુધીના પ્રોડકટ્સ ધનતેરસના દિવસે લોન્ચ કરશે. 
દેશમાં જેમ ખાદીએ સ્વતંત્રતા અપાવી હતી, તેમ પતંજલિ પરિધાન દેશના સ્વતંત્ર અર્થતંત્રમાં એક નવી ક્રાંતિ લાવશે. કારણ કે કપડા ફક્ત જણસ નહીં પરંતુ સ્વમાન, વ્યક્તિત્વ અને ઓળખ છે, જેનું જીવનમાં સમાધાન કરી શકાય નહીં, એમ કંપનીએ અનાવરણ સમયે કહ્યું હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer