નવા બિઝનેસ ઓર્ડર અને વિસ્તરણથી અૉક્ટોબરમાં સર્વિસીસ પીએમઆઈ વધીને 52.2

નવા બિઝનેસ ઓર્ડર અને વિસ્તરણથી અૉક્ટોબરમાં સર્વિસીસ પીએમઆઈ વધીને 52.2
જુલાઈ પછી સૌથી ઝડપી વધ્યો
નવી દિલ્હી, તા.5 (પીટીઆઈ) : દેશનો સર્વિસીસ પીએમઆઈ અૉક્ટોબરમાં જુલાઈ પછીથી સૌથી ઝડપી વેગે વધ્યો હતો, જેનું મુખ્ય કારણ નવા બિઝનેસ ઓર્ડર મળતા કામગીરીમાં મજબૂત વિસ્તરણ હતું. આમ નિક્કી ઇન્ડિયા સર્વિસીસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ અૉક્ટોબરમાં 52.2 થયો હતો, જે સપ્ટેમ્બરમાં 50.9 હતો. 
સતત પાંચમાં મહિને સર્વિસીસ પીએમઆઈમાં વધારો નોંધાયો છે. 50થી વધારો વિસ્તરણને સંકોચનથી દૂર રાખે છે. પેનલિસ્ટોના મતે ઓર્ડરના પ્રવાહમાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો નોંધાયો હતો. તેમ જ અનુકુળ બજારની પરિસ્થિતિમાં વિશાળ ગ્રાહકોનો સ્તર અને જાહેરાત (એડવર્ટાઈઝિંગ) કરવામાં આવી હતી. 
રોજગારની દૃષ્ટિએ પણ અૉક્ટોબર મહિનો સકારાત્મક રહ્યો હતો. ક્ષેત્રમાં રોજગારમાં માર્ચ 2011 બાદ બીજા ક્રમે સૌથી વધુ વધારો નોંધાયો છે. દરમિયાન નિક્કી ઇન્ડિયા કોમ્પોસિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેક્સ- ઉત્પાદન પીએમઆઈ સપ્ટેમ્બરના 51.6થી વધીને અૉક્ટોબરમાં 53 થયો હતો. પ્રાઈવેટ ક્ષેત્રમાં વિસ્તરણને પગલે આ સૂચકાંકમાં વધારો જુલાઈ બાદ સૌથી ઝડપી ગતિએ થયો હતો. 
આઈએચએસ માર્કિટના પ્રિન્સિપલ ઈકોનોમિસ્ટ પોલિયાના ડી લીમાએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2018-19ના ત્રીજા ત્રિમાસિક ગાળાની શરૂઆતમાં પીએમઆઈ સર્વે મજબૂત આર્થિક વૃદ્ધિના સકારાત્મક સંકેત દર્શાવે છે. ભાવની દૃષ્ટિએ ભાવમાં ફુગાવાનું દબાણ ઘટતાં વેચાણ ભાવમાં આંશિક વધારો નોંધાયો છે. ખર્ચનું દબાણ અૉક્ટોબરમાં ઘટયું હતું પરંતુ સર્વિસ પ્રદાતાઓએ અન્ન અને ઈંધણના ખર્ચમાં સતત વધારો થયો હોવાનું જણાવ્યું હતું. મજબૂત વિસ્તરણ થતા કંપનીઓના ખર્ચમાં પણ વધારો થાય છે. રાજકીય અનિશ્ચિતતાને લીધે ખોરવાયેલું બિઝનેસ સેન્ટિમેન્ટ આગળ જતાં સકારાત્મક રહેશે. અનિશ્ચિતતાને લીધે કંપનીઓ સાવચેત રહેશે. હાલની બજારની પરિસ્થિતિ અને રાજકીય ચિંતા જેવા પરિબળોને લીધે વૃદ્ધિ માટેનો આશાવાદ ઘટી શકે છે, એમ પણ લિમાએ કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer