એસબીઆઈનો ત્રિમાસિક નફો 40 ટકા ઘટી રૂા. 9.44 અબજ થયો

એસબીઆઈનો ત્રિમાસિક નફો 40 ટકા ઘટી રૂા. 9.44 અબજ થયો
બૅન્કના ગ્રોસ સ્લીપેજમાં ઘટાડો
નવી દિલ્હી, તા.5 : સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ)નો સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 40 ટકા ઘટીને રૂા.9.44 અબજ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.15.81 અબજ હતો. 
નફાનું કારણ સ્થાનિક ધિરાણમાં વૃદ્ધિ, લોનની ચૂકવણી નહીં થનારી રકમનો રેશિયો (સ્લિપેજ રેશિયો)માં ઘટાડો અને ધિરાણ ખર્ચ વાર્ષિક ધોરણે 68 બીપીએસ ઘટ્યો હતો જ્યારે કુલ ખર્ચ વાર્ષિક ધોરણે 3.19 ટકાનો ઘટાડો હતો. બૅન્કે કહ્યું કે, નાણાકીય વર્ષ 2019 અને 2020માં સ્લિપેજ રેશિયોના લક્ષ્યને પૂરો કરવામાં આવશે.
બૅન્કને સૂચિત ત્રિમાસિક ગાળામાં લોનની ચૂકવણી નહીં થનારી રકમ રૂા.109 અબજ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.143 અબજ હતી. બૅન્કની ગ્રોસ સ્લિપેજ છેલ્લા ચાર ત્રિમાસિકમાં સૌથી ઓછી છે, જ્યારે સ્લિપેજ રેશિયો બે ટકાએ છે, જે છેલ્લા છ ત્રિમાસિકમાં સૌથી ઓછો હોવાનું સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાના ચૅરમૅન રજનીશ કુમારે કહ્યું હતું. 
નેટ નોન-પરર્ફોમિંગ એસેટ્સ (એનપીએ) સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 4.84 ટકા હતી, જે જૂન અંતના ત્રિમાસિક ગાળામાં 5.29 ટકા હતી. વ્યાજની ચોખ્ખી આવક સપ્ટેમ્બર 2017ના ત્રિમાસિકના 185.86 અબજથી 12.48 ટકા વધીને સૂચિત ત્રિમાસિક ગાળામાં રૂા.209.06 અબજ થઈ છે. બિન-વ્યાજની આવક 41.46 ટકા ઘટીને રૂા.93.75 અબજ થઈ છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 160.17 અબજ હતી. ટ્રેડિંગ આવકમાં વાર્ષિક ધોરણે 72.69 ટકાનો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર 2017ના ત્રિમાસિક પરિણામોમાં એસબીઆઈ લાઈફમાંથી $54.36 અબજના હિસ્સાના વેચાણનો પણ સમાવેશ હતો. 
કાર્યકારી નફો ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂા.199.99 અબજથી 30.47 ટકા ઘટીને રૂા.139.05 અબજ થયો છે, જેનું મુખ્ય કારણ ટ્રેડિંગની ઓછી આવક અને વન-ટાઈમ આવક હતી. સૂચિત ત્રિમાસિક ગાળામાં નેટ સેગમેન્ટ આવક રૂા.666.08 અબજ થઈ છે, જે ગત નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂા.654.3 અબજ હતી. બૅન્કને રૂા.15.60 અબજની વન-ટાઈમ લાભ થયો છે. સ્થાનિક ધિરાણ વાર્ષિક ધોરણે 11.1 ટકા વધ્યું છે. આઈએલ ઍન્ડ એફએસના મુદ્દે બૅન્કે રૂા.66 કરોડની જોગવાઈ કરી છે.   

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer