જૉન અબ્રાહમ જમાવશે નોરા ફતેહી સાથે જોડી

જૉન અબ્રાહમ જમાવશે નોરા ફતેહી સાથે જોડી
બાવડેબાજ ઍક્ટર જૉન અબ્રાહમ `િદલબર ગર્લ'થી જાણીતી થયેલી નોરા ફતેહી સાથે રૂપેરી પરદા પર જોડી જમાવશે. નોરાએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી.
અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે `મને એ કહેતાં ખૂબ જ હર્ષ થાય છે કે હું `બાટલા હાઉસ'માં મુખ્ય ભૂમિકામાં છું. આ ફિલ્મમાં મારી સાથે જૉન અબ્રાહમ, નિખિલ અડવાણી અને ભૂષણકુમારની કાબેલ ટીમ છે. નોરા ફતેહી બૉલીવૂડમાં કામ કરવા માટે મોરોક્કોથી આવી હોઈ તેણે ફિલ્મ `સત્યમેવ જયતે'માં આઈટમ ગીત `િદલબર' કર્યું હતું. હાલમાં નોરાને અનેક વિદેશી પ્રોજેક્ટ પણ મળ્યા છે. વધુમાં સલમાન ખાનની `ભારત'માં પણ નોરા જોવા મળશે.'

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer