કંગના રનૌત દિવાળી મનાલીમાં ઊજવશે

કંગના રનૌત દિવાળી મનાલીમાં ઊજવશે
અભિનેત્રી કંગના રનૌત તેના પરિવારજનો સાથે મનાલીમાં દિવાળી ઊજવશે. હાલમાં તે અશ્વિન ઐયર-તિવારીની ફિલ્મ `પંગા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. નવું ઘર ખરીદ્યા બાદની તેની આ મનાલીની પ્રથમ દિવાળી હશે. આ ઘરને તેણે `કાર્તિક નિવાસ' નામ આપ્યું છે.
આ ઉપરાંત કંગના હિમાચલ પ્રદેશમાં અંબિકા દેવીનું મંદિર પણ નિર્માણ કરાવી રહી છે અને તેની પ્રગતિની તે જાતે દેખરેખ કરે છે. કંગના પોતાના વતનમાં ત્રણ દિવસ દિવાળી મનાવી નવમી નવેમ્બરે ભોપાલ જશે, જ્યાં તે `મણિકર્ણિકા : ઝાંસી કી રાણી' પરનું એડિટિંગનું કામ પૂર્ણ કરશે. આ શિડયુલ 25 દિવસનું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer