જન્મદિને વિરાટ અનુષ્કા સાથે ઉત્તરાખંડમાં

જન્મદિને વિરાટ અનુષ્કા સાથે ઉત્તરાખંડમાં
અનુષ્કાએ બે ફોટા શેર કર્યા અને લખ્યું `ભગવાન આને જન્મ દેવા માટે આભાર'
નવી દિલ્હી, તા. પ : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની અને વિશ્વના નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીના 30મા જન્મદિન પર તેની પત્ની અનુષ્કા શર્માએ ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. અનુષ્કાએ પતિ વિરાટ સાથેની બે સ્પેશિયલ તસવીર શેર કરી છે અને લખ્યું છે કે ભગવાન આને જન્મ દેવા દેવા માટે આભાર. બંને ફોટામાં વિરાટ - અનુષ્કા ખુશ નજરે પડી રહ્યા છે.
લગ્ન પછી વિરાટ કોહલીનો આ પહેલો જન્મદિન છે. બંને આ ખાસ દિવસની ઉજવણી માટે ઉત્તરાખંડના પર્વતીય ગામ નરેન્દ્રનગર પહોંચ્યા છે. રિપોર્ટ અનુસાર આ ખાસ દિવસના મોકા પર અનુષ્કાના આધ્યાત્મક ગુરુ અનંતબાબા પાટિલ પાસે પણ ગયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer