જર્મનીની બૅડ્મિન્ટન સ્પર્ધામાં શુભંકર ડે ચૅમ્પિયન

જર્મનીની બૅડ્મિન્ટન સ્પર્ધામાં શુભંકર ડે ચૅમ્પિયન
નવી દિલ્હી, તા.પ: ભારતના શુભંકર ડેએ જર્મનીમાં રમાયેલ સાર્લોરલકસ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી લીધી છે. આ ટૂર્નામેન્ટમાં જાયન્ટ કીલર બનીને ઉભરી આવેલ શુભંકર ડેએ ફાઇનલમાં ઇંગ્લેન્ડના ખેલાડી રાજીવ ઓસેફને 21-11 અને 21-14થી હાર આપી હતી. શુભંકરે કવાર્ટર ફાઇનલમાં ચીનના પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન લિન ડેનને હાર આપીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સેમિમાં પણ તેણે અપસેટ સર્જી બીજા એક ચીની ખેલાડી રેન પેંગબોને પરાજય આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer