ત્રીજી ટી-20માં પાકિસ્તાનની જીત : કિવિઝનો 3-0થી સફાયો

ત્રીજી ટી-20માં પાકિસ્તાનની જીત : કિવિઝનો 3-0થી સફાયો
બાબર આઝમે ટી-20માં સૌથી ઝડપે 1000 રન પૂરા કર્યા
અબુધાબી, તા.5 : બાબર આઝમની 79 રનની રેકોર્ડ ઇનિંગની મદદથી પાકિસ્તાને ન્યુઝીલેન્ડને ત્રીજા અને અંતિમ ટી-20 મેચમાં 47 રન હાર આપીને ત્રણ મેચની શ્રેણી 3-0થી કબજે કરી હતી. ટી-20ના વર્લ્ડ નંબર વન બેટ્સમેન બાબર આઝમે પ8 દડાની ઇનિંગમાં સાત ચોક્કા અને બે છક્કા ફટકાર્યાં હતા. જ્યારે મોહમ્મદ હફિઝે 34 દડામાં પ3 રનની અણનમ ઇનિંગ રમી હતી. આથી પાકિસ્તાને 20 ઓવરમાં 3 વિકેટે 166 રન કર્યાં હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 16.પ ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાક. તરફથી શાદાબ ખાને 3 અને ઇમાદ વસીમે 2 વિકેટ લીધી હતી. કિવિઝ ટીમે તેની આખરી 8 વિકેટ માત્ર 23 રનની અંદર ગુમાવી હતી. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડને પણ 3-0થી હાર આપીને સતત બીજી શ્રેણી ક્લિનસ્વીપ કરી છે.
પાકિસ્તાનના યુવા ઓપનિંગ બેટ્સમેન બાબર આઝમે ટી-20માં ભારતીય સુકાની વિરાટ કોહલીનો રેકોર્ડ તોડયો છે. બાબરે ટી-20માં સૌથી ઝડપે 1000 રન પૂરા કર્યાં છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer