વાઘણના મોતનો મુદ્દો રાજકીય બન્યો : ઉદ્ધવે પણ સાધ્યું નિશાન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : અવનિ વાઘણને ઠાર મારવાની ઘટનાની પશુપ્રેમીઓ તો ટીકા કરી રહ્યાં છે, પણ હવે એમા રાજકારણીઓએ પણ ઝંપલાવ્યું છે.
શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખપત્ર સામનામાં અગ્રલેખ લખી આ ઘટનાની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે દુકાળ, ભુખમરો, કુપોષણ, ખેડૂતોના કરજને કારણે રાજ્યમાંના લોકો મરી રહ્યા છે અને ઘણા આપઘાત પણ કરી રહ્યા છે. એ માટે કોઈ સરકારી વ્યવસ્થાને નરભક્ષક ગણતું નથી. માત્ર વનપશુને નરભક્ષક ગણીને તેને ઠાર મારવાની શિક્ષા આપવામાં આવે છે. અવનિ, તું આ જ માનવીના સ્વાર્થનો ભોગ બની છે, જે રાજ્યમાં માણસો પણ બરાબર જીવી શકતા નથી એ રાજ્યમાં તારા જેવા વનજીવોનું શું? અમને માફ કર. કૂતરાની જેમ તને મારીને તારો જીવ લીધો. રાતના અંધારામાં ઉંદરમાં પણ વાઘનું બળ આવે છે.
ઉદ્ધવે અગ્રલેખમાં વધુમાં લખ્યું છે કે સાપની પૂંછડી પર પગ મૂકશો તો શું એ તમને ગલગલિયાં કરશે. વનપશુઓનું પણ એવું જ હોય. એ હુમલો કરશે જ. વનમાં મનુષ્યોએ કરેલા અતિક્રમણને લીધે વાઘનું જંગલમાં રહેવાનું હરામ થઈ ગયું છે. આ સ્થિતિમાં તમે એની પાસેથી તમે કઈ માણસાઈની અપેક્ષા રાખો છો.

Published on: Tue, 06 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer