રાતે 8થી 10 વાગ્યા વચ્ચે જ ફટાકડા ફોડવા, નહીંતર થશે જેલ

ગૃહવિભાગનો આદેશ, પોલીસ પર કાર્યવાહીની જવાબદારી
મુંબઈ, તા. 5 : હાઈ કોર્ટે રાતે 8થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડવા એવો આદેશ બહાર પાડયો છે. એનું ઉલ્લંઘન કરતાં પકડાશે તો અઠવાડિયાની જેલ ભોગવવાનો વારો આવશે. જોકે ધ્વનિપ્રદૂષણના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે અગાઉથી જ આ સજા અમલમાં છે. રાતે 8થી 10 વાગ્યા વચ્ચેના બે કલાક જ ફટાકડા ફોડી શકાશે. એ પછી કે પહેલાં ફટાકડા ફોડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એવો આદેશ ગૃહવિભાગે બહાર પાડયો છે.
રાજ્યમાં ગેરકાયદે ફટાકડાનું વેચાણ થશે નહીં એની તકેદારી રાખવાનું કહેવાયું છે. હાઈ કોર્ટે ફટાકડા ફોડવા સંદર્ભે આપેલા આદેશની ગંભીરતાથી અમલબજાવણી કરવાની જવાબદારી સિનિયરમોસ્ટ અૉફિસરોને સોંપી છે.
ફટાકડાનું વેચાણ અને ફોડવા બાબતે 23 નવેમ્બરે કોર્ટે ફરમાન બહાર પાડયું હતું એ મુજબ ગૃહવિભાગે શનિવારે રાજ્યના પોલીસ મહાસંચાલક, દરેક વિભાગના કમિશનર, જિલ્લાધિકારીઓ, પોલીસ કમિશનર તથા પોલીસવડાઓને કોર્ટના આદેશની કૉપી અને એ સંદર્ભના સૂચનનો પત્ર ઈ-મેઇલ દ્વારા મોકલ્યો હતો. ત્યાર બાદ સંબંધિત અધિકારીઓએ પોતાના અખત્યાર હેઠળની અૉફિસોને એ બાબતની સૂચના આપી દીધી હતી.
ગૃહવિભાગના વડા અમિતાભ ગુપ્તાએ કહ્યું છે કે ફટાકડાનું વેચાણ અને ફોડવા બાબતે સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશની સખતાઈપૂર્વક અમલબજાવણી કરવાની સૂચના રાજ્યના અતિવરિષ્ઠ અધિકારીઓને આપી દેવામાં આવી છે. એ પ્રમાણે ગેરકાયદે ફટાકડા વેચાવા ન જોઈએ એ બાબતે પણ તેમણે તકેદારી રાખવી પડશે.
ફટાકડા ફોડવા અને વેચવા સંદર્ભે સૂચન
દ દિવાળી કે અન્ય તહેવારે કે લગ્ન સમારંભ દરમિયાન રાતે 8થી 10 વાગ્યા વચ્ચે જ ફટાકડા ફોડવા.
દ ઓછું પ્રદૂષણ ફેલાવતા કે ઓછા અવાજવાળા ફટાકડા વેચી શકાશે.
દ ફટાકડાની લાંબી લૂમને પરવાનગી નથી અપાઈ.
દ ફટાકડા ફોડવાના કેન્દ્રબિંદુથી 4 મીટરના અંતર સુધી 125થી 145 ડેસિબલ અવાજ પર પ્રતિબંધ.

Published on: Tue, 06 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer