પુણે-મુંબઈ હાઇપરલૂપ માટે બે કંપનીઓ સાથે કરાર

મુંબઈ, તા. 5 : પુણે-મુંબઈ વચ્ચે હાઇપરલૂપ રેલવે ટેક્નૉલૉજી આધારિત અતિઝડપી પ્રવાસ માટેનો પ્રોજેક્ટ શરૂ કરવા બાબતે વધુ એક પગલું ભરવામાં આવી રહ્યું છે. પુણે-મુંબઈ હાઇપરલૂપ સાર્વજનિક પાયાભૂત સુવિધા પ્રકલ્પ અને ડીપી વર્લ્ડ એફઝેડઈ, હાઇપરલૂપ ટેક્નૉલૉજી આઇએનસીને મૂળ પ્રકલ્પસૂચક તરીકે રાજ્ય સરકારે માન્યતા આપી છે. એ પ્રોજેક્ટની અમલબજાવણી માટે વ્યવહાર સલાહકાર નિયુક્તિ પુણે મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (પુણે મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ અૉથોરિટી - પીએમઆરડીએ)એ પણ માન્યતા આપી છે.
પુણેથી મુંબઈનો પ્રવાસ અતિઝડપી બનાવવાની દૃષ્ટિએ રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. હવાવિહોણી ટયુબમાંથી ચુંબકીય ક્ષેત્રની મદદથી અવાજની ગતિએ પ્રવાસ કરાવનારો આ પ્રોજેક્ટ છે. આને લીધે પુણે-મુંબઈનું અંતર 20 મિનિટમાં પાર કરી શકાશે. રાજ્ય સરકારે પાયાભૂત સુવિધા કાયદો અમલમાં મૂક્યો છે અને એ કાયદા મુજબ વર્જિન હાઇપરલૂપ વન અને દુબઈની ડીપી વર્લ્ડ નામની બે કંપની આ પ્રોજેક્ટ તૈયાર કરશે અને એ માટેનો પ્રસ્તાવ પીએમઆરડીએએ સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારને મોકલ્યો હતો. એ પ્રસ્તાવને મહારાષ્ટ્ર સુવિધા વિકાસ સક્ષમ પ્રાધિકરણની બેઠકમાં માન્યતા આપવામાં આવી હતી.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer