અમેરિકાના ગેરકાયદે - અન્યાયી પ્રતિબંધોને ગર્વભેર ચાતરી જશું : ઈરાની પ્રમુખ રુહાની

તહેરાન, તા. પ : દેશના તેલ અને આર્થિક ક્ષેત્રોને નિશાન બનાવતા અને આજથી અમલી બનેલા ગેરકાયદે અને અન્યાયી અમેરિકી પ્રતિબંધોને ઈરાન ગર્વભેર ચાતરી જશે, કારણ કે તે આંતરરાષ્ટ્રીય નિયમનોની વિરુદ્ધ છે, એમ પ્રમુખ હસાન રુહાનીએ આજે ટીવી પરથી પ્રસારિત સંબોધનમાં જણાવ્યું હતું. અમે એક બળુકી સત્તા સામે ટકરાવાના આર્થિક જંગની પરિસ્થિતિમાં છીએ. મને નથી લાગતું કે અમેરિકાના ઈતિહાસમાં આટલું કાયદો અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની વિરુદ્ધ હોય તેવું કોઈ વ્હાઈટ હાઉસમાં પ્રવેશ્યું હોય એમ રુહાનીએ ઉમેર્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer