કૉંગ્રેસે હંમેશાં સરદાર પટેલની વિરાસતની ઉપેક્ષા કરી છે : પ્રસાદ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 5 : પત્રકારોને સંબોધતાં પ્રસાદે ચિદમ્બરમના નિવેદન અંગે સ્પષ્ટતા કરવા રાહુલને આહવાન કર્યું હતું `મહેરબાની કરીને આ નિવેદન અંગે તમારું વલણ સ્પષ્ટ કરો. મંદિરોની મુલાકાતો અને તમારા પક્ષના જ નેતા દ્વારા રામમંદિરની ટીકા બંને એકસાથે ચાલી શકે નહીં,' એમ પ્રસાદે વધુમાં જણાવ્યું હતું. `કૉંગ્રેસ પક્ષે હંમેશાં સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસતની ઉપેક્ષા કરી છે. તેઓ દેશને અખંડ કરનારા હતા અને આમ છતાં તેમના અવસાન બાદ 41 વર્ષ રહીને તેમને ભારત રત્ન એવૉર્ડ આપવામાં આવ્યો હતો અને એ પણ જ્યારે બિનગાંધી નેતા વડા પ્રધાન હતા અને ગાંધીઓના નામે આપણી પાસે શું છે? 11 સેન્ટ્રલ સ્કીમો, 52 સ્ટેટ સ્કીમો, 28 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ, 19  સ્ટેડિયમ, પાંચ એરપોર્ટ, 10 શૈક્ષણિક સંસ્થાઓ, 17 એવૉર્ડ્સ, નવ સ્કોલરશિપો, 12 પાર્ક્સ/મ્યુઝિયમો, 10 હૉસ્પિટલો અને સાત ચેપર્સ/ઈન્સ્ટિટયૂશન્સ આટલું બધું ગાંધીઓનાં નામે છે અને સરદાર પટેલની એક પ્રતિમા સામે તેમને વાંધો આવે છે? એમ રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું હતું.
અગાઉ આજે પી. ચિદમ્બરમે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, `પાંચ વર્ષની શરૂઆતમાં વિકાસ, રોજગારી અને પ્રત્યેક નાગરિકના બૅન્ક ખાતામાં નાણાંનું વચન આપવામાં આવ્યું હતું. આમાં કાંઈ પણ થયું નથી. હવે પાંચ વર્ષના અંતે ભવ્ય મંદિર અને વિશાળ પ્રતિમાઓનું નવું વચન આપી રહ્યા છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer