ગાંધીનગરના સચિવાલયમાં ઘૂસેલો દીપડો અંતે પાંજરે પુરાયો

ગાંધીનગરના સચિવાલયમાં  ઘૂસેલો દીપડો અંતે પાંજરે પુરાયો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.5 : ગાંધીનગરમાં નવા સચિવાલયમાં ઘૂસેલો દીપડો કલાકો બાદ પાંજરે પુરાયો હતો.  સચિવાલયના ગેટ નબર બે થી મુખ્ય પ્રધાન આવાસ તરફ જવાના માર્ગ પરથી દીપડાને પાંજરામાં પુરવામાં આવ્યો હતો. દીપડાને બેભાન કરવા માટે ટ્રાન્કવીલાઇઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દીપડાને બેભાન કરી વન વિભાગે સમગ્ર ઓપરેશનને પાર પાડયું હતું. દીપડો મોડી રાત્રે નવા સચિવાલયના પરિસરમાં ઘૂસી આવ્યો હતો, જે બાદ વન વિભાગે આ વિસ્તારમાં પોતાનું મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. વન વિભાગના જણાવ્યા અનુસાર, દીપડો ગેટ નંબર સાતથી આવ્યો હતો પરંતુ સીસીટીવીના આધારે જ ખ્યાલ આવ્યો કે દીપડો સચિવાલયની બહાર નીકળી ગયો હતો. 
દીપડાના ભેલાણના કારણે સચિવાલયમાં રજા આપી દેવાઇ હતી અને અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠા  એમ ત્રણ જિલ્લાના વન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. આજે સવારથી સચિવાલયમાં હોવાની આશંકા વચ્ચે તમામ બેઝમેન્ટ અને ઝાડી-ઝાંખરા ધરાવતા વિસ્તારોમાં સઘન તપાસ કરાઇ હતી. દીપડાને પાંજરે પૂરવા માટે સચિવાલયમાં પાંજરા પણ ગોઠવાયા હતા. કલાકોની જહેમત બાદ રાજ ભવન નર્સરી અને પોલીસ વન વચ્ચે દીપડો જોવા મળતા આ વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો અને વન વિભાગના 200 જેટલા કર્મચારીઓ અને 10 ટીમે  આ વિસ્તારમાં પોતાનું મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. અંતે એક નાળામાં દીપડો છુપાઇને બેઠો હતો. દીપડાને બેભાન કરી દેવાયો હતો અને પાંજરે પૂરતા તંત્રએ હાશકારો લીધો હતો. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer