સખત બંદોબસ્ત વચ્ચે ફરી ખૂલ્યાં સબરીમાલાનાં કપાટ

સખત બંદોબસ્ત વચ્ચે ફરી ખૂલ્યાં સબરીમાલાનાં કપાટ
તિરુવનંતપુરમ, તા. 5 :  કેરળમાં ભગવાન અયપ્પાના સબરીમાલા મંદિરના કપાટ આજે ફરી એક દિવસની પૂજા માટે ખુલ્યા હતા. જેમાં સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવિકોએ સબરીમાલામાં પ્રવેશ કરીને દર્શન કર્યા હતા. હવે આવતીકાલે મંગળવારે અથઝા પૂજા બાદ મંદિર ફરી બંધ કરવામાં આવશે. સબરીમાલાના કપાટ ખુલવા સમયે હિંસા કે ઘર્ષણનો કોઈ બનાવ ન બને તે માટે પહેલી વખત મંદિરના દ્વારે 50 વર્ષથી વધુ વયના મહિલા પોલીસ કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પમ્બા અને સન્નીધાનમમાં દેખાવો પણ થયા હતા.
ઓક્ટોબર મહિનામાં  સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમા તમામ આયુવર્ગની મહિલાઓના પ્રવેશનો આદેશ આપતા હિંસક વિરોધ થયો હતો. જેના કારણે સુપ્રીમના આદેશનું પાલન થઈ  શક્યું નહોતું. તેવામાં આજે સોમવારે સબરીમાલાના કપાટ ફરી એક વખત પૂજા માટે ખુલ્યા હતા. આ દરમિયાન અગાઉથી જ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.  અધિકારીઓના કહેવા પ્રમાણે 2300 પોલીસ કર્મચારીઓને મંદિરની આસપાસ તૈનાત કરવામાં આવ્યા હતા જેમા 20 સભ્યોની કમાન્ડો ટીમ અને 100 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.  આ અગાઉ રવિવારે સવારે ઈરુમેલી પહોંચેલા શ્રદ્ધાળુઓને સવારે પાંબા અને સન્નીધામમાં રોકવામાં આવ્યા હતા. જેનાથી ઉશ્કેરાઈને શ્રદ્ધાળુઓએ અયપ્પા શરણમના નારા લગાડતા ટ્રાફિક જામ કર્યો હતો.  

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer