મણિનગર સ્વામિનારાયણ સંસ્થાનમાં રંગોળીનું આકર્ષણ

મણિનગર સ્વામિનારાયણ સંસ્થાનમાં રંગોળીનું આકર્ષણ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 5: મણિનગર સ્વામિનારાયણ સંસ્થાન ગાદીના આચાર્ય  શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી સંતવૃંદ તેમ જ હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પ્રાંગણમાં 50 ફૂટ લાંબી અને 40 ફૂટ પહોળી રંગોળીનું નિર્માણ કર્યું છે.
રંગોળીમાં 560 કિલો રંગ -કલર, 27 અલગ અલગ જાતના રંગો, 4000 નંગ થર્મોકોલ ડીસો, 4000 થર્મોકોલ વાટકાથી  સુશોભિત અને રાષ્ટ્રીય ત્રિરંગાનો ઓપ  અપાયો છે જેમાં સિંહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા  તથા સ્ટેચ્યુ અૉફ યુનિટીની  પ્રતિકૃતિ પણ શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે.
ભારતભરના  562 રજવાડાઓના ભવ્ય એકત્રીકરણની પણ આ રંગોળીમાં ઝાંખી થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer