બૅન્કના 8 અધિકારીઓ સહિત અશ્વિન મહેતા આરોપ મુક્ત

1992ના સિક્યોરિટીઝ કૌભાંડ
મુંબઈ, તા. 6 : 1992ના સિક્યોરિટીઝ કૌભાંડના 26 વર્ષ પછી સ્પેશિયલ કોર્ટે ગયા અઠવાડિયે આઠ સિનિયર અધિકારીઓ અને મુખ્ય આરોપી હર્ષદ મહેતાના વયસ્ક ભાઈ અશ્વિન મહેતાને સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા સંબંધિત રૂા. 105 કરોડની છેતરપિંડીના કેસમાંથી મુક્ત કર્યા છે.
આ કેસમાં બધાં જ આરોપીઓ સામેના આરોપો પુરવાર કરવામાં આ કાર્યવાહી નિષ્ફળ ગઈ છે, એમ ન્યાયમૂર્તિ શાલિની ફણસાલકર-જોશીએ જણાવ્યું હતું. સીબીઆઈનો મુખ્ય આરોપ એ હતો કે 24 સોદાઓ શંકાસ્પદ હતા, જેમાં એસબીઆઈ કેપ્સની મુંબઈમાંની શાખાના એકાઉન્ટમાંથી કાઢવામાં આવ્યા હતા, પણ ફિઝિકલ સિક્યોરિટીઝ કેપ્સ બૅન્ક રિસીપ્ટો ખાતામાં જમા કરાવાઈ નહોતી.
એસબીઆઈની મુંબઈની મુખ્ય શાખામાં ગંભીર પ્રકારની અનિયમિતતા આચરવામાં આવી હતી જેમાં હર્ષદ મહેતાના ખાતામાં બિનઅધિકૃત ભંડોળ જમા કરવામાં આવતું હતું.
આ કિસ્સામાં મુંબઈ શાખાના અૉફિસરો, એસબીઆઈ કેપ્સ અને અશ્વિન મહેતા વગેરે આરોપીઓ તરીકે સમાવિષ્ટ હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer