કરોડો રૂપિયાની પોન્ઝી સ્કીમ્સ ચલાવતી બુરખાધારી મહિલા

મુંબઈ, તા. 6 : નાની વયમાં માતા સાથે તિરુપતિ શહેરમાં શાકભાજીનાં વેચાણ માટે ફેરિયા પદ્ધતિ હાથ ધરેલ બુરખા પહેરેલી 45 વર્ષના વયની એક મહિલા 17 કંપનીઓના સંઘટનની રચના કરશે જે દક્ષિણ તથા પશ્ચિમનાં રાજ્યોમાં બે લાખથી વધુ રોકાણકારોનું માળખું ઊભું કરશે અને જેનું સંયુક્ત ટર્નઓવર રૂા. 1000 કરોડનું હશે.
નોવ્હેરા શેખે તેના વિસ્તરણમાંથી સફળતાની સીડી ચઢી પોન્ઝી સ્કીમોનો સાત વર્ષ ઉપયોગ કર્યો હતો, જેમાં 36.41 ટકા વળતર અૉફર થતું રહ્યું. જેથી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાંની તેની અૉફિસો તથા એજન્ટોએ વધુ ને વધુ ઇન્વેસ્ટરોને આકર્ષાયા, ત્યારે હવાલા કૌભાંડનો  ક્યાંક ધુમાડો જણાયો હતો. મે, 2018થી શેખે પેમેન્ટની ચુકવણીમાં ડિફોલ્ટ થવાનું શરૂ કર્યું હતું. જેનો ભંડોળનો ગેરવહીવટમાં જાણે રૂપાંતર થયું, જે સાથે ઊહાપોહ અને પોલીસમાં ફરિયાદો નોંધાઈ હતી.
આજે રૂા. 500 કરોડની ઠગાઈના કેસમાં મુખ્ય આરોપી તરીકે શેખની હૈદરાબાદમાં ધરપકડ થયા પછી મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer