રામ મંદિર વિવાદમાં કોર્ટનું મંતવ્ય અંતિમ નથી : કેન્દ્ર

નવી દિલ્હી, તા. 6 : સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ - રામ જન્મભૂમિ કેસની સુનાવણી જાન્યુઆરી પર મુલતવી રાખ્યાના અઠવાડિયા બાદ એક ટોચના સરકારી ફંક્શનરીએ અયોધ્યામાં રામ મંદિર બાંધવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બાબતમાં કોર્ટના મંતવ્ય કે અભિપ્રાયને અંતિમ ગણી શકાય નહીં.
વિવાદાસ્પદ બાબતોમાં કોર્ટને ચુકાદો આપવાની સત્તા છે, તેવી જ રીતે સત્તારૂઢ સરકાર જેના વિશે ચુકાદો અપાયો છે તે જગ્યાને `િનલ ઍન્ડ વૉઈડ' (નિરર્થક) ઠરાવી શકે છે, એમ તેમણે ગઈકાલે જણાવ્યું હતું. આગામી સંસદીય ચૂંટણી પૂર્વે અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે કાયદો અથવા વટહુકમ કાઢવો શક્ય છે કે એવા સવાલના ઉત્તરમાં તેમણે આમ કહ્યું હતું.
જોકે, આ સરકારી પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે મંદિર મુદ્દે તે પોતાના સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકે છે. તેમ છતાં આ બાબતે તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં ખરેખર રામ મંદિર બાંધવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer