દિવાળીમાં દ. કોરિયાની પ્રથમ મહિલા અયોધ્યામાં મહેમાન

લખનઊ, તા. 6 : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની પત્ની કિમ જુંગ સુકેના સન્માનમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાના નિવાસ સ્થાને રાત્રિભોજન યોજ્યું હતું. તેઓ છ નવેમ્બરથી અયોધ્યામાં આયોજિત `દીપોત્સવ'માં ભાગ લેવા અહીં આવ્યાં છે.
રાત્રિભોજનમાં ગવર્નર રામ નાઈક, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, ડૉ. દિનેશ શર્મા, સરકારના વરિષ્ઠ પ્રધાન, બિહારના ગવર્નર લાલજી ટંડનની સાથે આવેલું પ્રતિનિધિમંડળ શામેલ હતું. તેઓ મંગળવારે દીપોત્સવમાં ભાગ લેવા લોકો વચ્ચે જશે અને રાત્રે અયોધ્યા પાછા ફરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer