આઇપીએલ-11ની હરાજી જયપુરમાં થશે

આઇપીએલ-11ની હરાજી જયપુરમાં થશે
અૉસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ખેલાડી 1 મે સુધી જ ઉપલબ્ધ રહેશે
 
મુંબઈ, તા. 6 :  આઇપીએલ-2019ની સિઝન માટેના ખેલાડીઓની હરાજી આ વખતે બેંગ્લોરના બદલે જયપુર ખાતે થશે તેવા રિપોર્ટ છે. આ ઉપરાંત એવી પણ વિગત બહાર આવી છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના બોર્ડે બીસીસીઆઇને એવી જાણકારી આપી છે કે આવતા વર્ષે રમાનાર આઇપીએલમાં તેમના ખેલાડીઓ તા. 1 મે બાદ ઉપલબ્ધ નહીં રહે. વર્લ્ડ કપને ધ્યાને રાખીને ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે. 
જો કે આ બારામાં બીસીસીઆઇએ હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. જયારે આફ્રિકાના ખેલાડીઓ લગભગ 12 મે સુધી ઉપલબ્ધ રહેશે. એવા પણ રિપોર્ટ છે કે લોકસભાની ચૂંટણીની જો ઘોષણા થશે તો આઇપીએલનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થશે. 
આઇપીએલ-11ના મેચનું ટાઇમ ટેબલ હજુ જાહેર કરાયું નથી, પણ એવું માનવામાં આવી રહયું છે કે 2019ની આઇપીએલની સિઝનની શરૂઆત 29 માર્ચથી થશે.  જે મે મહિનાના ત્રીજા સપ્તાહ સુધી ચાલુ રહેશે. આથી એવું કહી શકયા કે ઓસિ. અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ છેલ્લા ત્રણ સપ્તાહમાં ઉપલબ્ધ રહેશે નહીં. એવી પણ જાણકારી મળી છે કે આઇપીએલની હરાજી 17 અને 18 ડિસેમ્બરે જયપુરમાં થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer