ચાઈના ઓપનમાં પીવી સિંધુ બીજા રાઉન્ડમાં

ચાઈના ઓપનમાં પીવી સિંધુ બીજા રાઉન્ડમાં
ફૂઝોઉ (ચીન) તા.6: ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ચાઈના ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં રશિયાની ખેલાડી ઇવગોનિયા કોસેતસ્કાયાને માત્ર 30 મિનિટમાં 21-13 અને 21-19થી હાર આપીને બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. હાલ વિશ્વ ક્રમાંકમાં ત્રીજા સ્થાન પરની 23 વર્ષીય પીવી સિંધુ બીજા રાઉન્ડમાં થાઇલેન્ડની બિનક્રમાંકિત ખેલાડી બુસનાન ઓંગબુરુગપાન સામે ટકરાશે. બીજી તરફ મહિલા ડબલ્સના પહેલા રાઉન્ડમાં ભારતીય જોડી અશ્વિની પોનપ્પા અને એન. સિકકી રેડ્ડીની જોડીનો આંચકારૂપ પરાજય થયો હતો. આ ભારતીય જોડી સામે જાપાની જોડી શિહો તનાકા-કોહારુ યોનેમોતોનો 21-19, 15-21 અને 21-17થી વિજય નોંધાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer