લખનઊના સ્ટેડિયમને અટલબિહારી વાજપેયી સ્ટેડિયમ નામ અપાયું

લખનઊના સ્ટેડિયમને અટલબિહારી વાજપેયી સ્ટેડિયમ નામ અપાયું
લખનઊ, તા.6: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના બીજા ટી-20 મેચની ઠીક પહેલા અહીંના ગોમતી નગર વિસ્તારમાં આવેલ ઇકાના ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું નામ બદલીને ભારતરત્ન અટલબિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ઇકાના સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આજે આ સ્ટેડિયમના નવનિર્માણનું અને નવા નામનું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકાપર્ણ કર્યું હતું. આ સ્ટેડિયમની પ્રેક્ષક ક્ષમતા 50 હજારની છે અને લખનૌમાં 24 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઇ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer