તાતા સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારીને ત્રણ કરોડ ટન કરશે

તાતા સ્ટીલ ઉત્પાદન ક્ષમતા વધારીને ત્રણ કરોડ ટન કરશે
મુંબઈ, તા. 6 : તાતા સ્ટીલ વર્ષ 2025 સુધીમાં સ્થાપિત ઉત્પાદનક્ષમતા ત્રણ કરોડ ટનની કરવાનું લક્ષ્ય રાખે છે. અત્યારે આ ક્ષમતા 1.85 કરોડ ટન છે. કંપની એના જમશેદપુર, કાલિંગનગર પ્લાન્ટ્સ તથા તાજેતરમાં હસ્તગત કરેલી ભૂષણ સ્ટીલ અને ઉષા માર્ટિન સ્ટીલ પ્લાન્ટના બ્રાઉનફીલ્ડ વિસ્તરણ મારફત આ ક્ષમતા વધારશે. 
કંપનીના સ્ટીલ બિઝનેસના વડા આનંદ સેને કહ્યું કે અમે વર્ષ 2025 સુધીમાં ત્રણ કરોડ ટનની ક્ષમતા પાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીનું 2.7-2.8 કરોડ ટનની ક્ષમતા વધારવાનું આયોજન તૈયાર છે.
જમશેદપુર પ્લાન્ટમાં એક કરોડ ટનની અને કાલિંગનગરમાં 30 લાખ ટનની ઉત્પાદનક્ષમતા છે. સેને કહ્યું કે ભૂષણ સ્ટીલની ગયા વર્ષે 350 લાખ ટનની ક્ષમતા હતી. આ વર્ષના અંતે તે 430 લાખ ટનની કરવાની ધારણા છે પણ 560 લાખ ટન સુધી પહોંચી શકીશું એવું માનવું છે.
તેમણે કહ્યું કે આ માટે થોડા મૂડીરોકાણની આવશ્યકતા છે. કંપની રૂા. પાંચથી 10 અબજ જેટલું રોકાણ કરવા ધારે છે. 
સેને કહ્યું કે અમારી ગણતરી દર્શાવે છે કે 80 લાખ ટનથી વધુ ક્ષમતા કરી શકાશે પણ એ માટે નવું બ્લાસ્ટ ફર્નાસ બેસાડવું પડશે અને એઁ બીજા તબક્કામાં થશે. પહેલા તબક્કામાં 50 લાખ ટનની ક્ષમતાને પાર કરવાનું લક્ષ્ય છે. કંપનીએ ભૂષણ સ્ટીલને નવી ઇન્સૉલ્વન્સી અને બૅન્કરપ્ટ્સી પ્રક્રિયા મારફત હસ્તગત કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer