કાજુની જકાતમાં સંપૂર્ણ રાહતની માગ

કાજુની જકાતમાં સંપૂર્ણ રાહતની માગ
ચેન્નઈ, તા. 6 : કાચા કાજુ ઉપરની આયાતજકાત પાંચ ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હોવા છતાં કેશ્યુ એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ અૉફ ઈન્ડિયા (સીઈપીસીઆઈ) સંતુષ્ટ નથી. કાઉન્સિલે કેન્દ્ર સરકારને આ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરવા માગ કરી છે, જેથી વિયેટનામ જેવા આંતરરાષ્ટ્રીય હરીફ દેશ સામે કાજુના વેપારીઓ ટક્કર ઝીલી શકે.
કાઉન્સિલે જણાવ્યું છે કે સરકારે નિકાસકારોની વિનંતીને પગલે કાચા કાજુની આયાતજકાત ઘટાડી છે, પરંતુ ઉદ્યોગના ખેલાડીઓ આ ઘટાડાથી ખુશ નથી. સીઈપીસીઆઈના ચેરમેન આર કે ભૂદેસે કહ્યું કે વર્ષ 2017-18માં ભારતમાં કાચા કાજુનું ઉત્પાદન પાછલા વર્ષથી 4.8 ટકા વધીને 8.17 લાખ ટન નોંધાયું હતું.
 વર્ષ 2017-18માં જ ભારતે રૂા. 88.5 અબજના કાચા કાજુની આયાત કરી હતી. ભારત મુખ્યત્વે આઈવરી કૉસ્ટ, ટાન્ઝાનિયા, ગિની બિસાઉ, ઘાના, મોઝામ્બિક અને નાઈજીરિયાથી કાચા કાજુની આયાત કરે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer