રફાલની રાજનીતિથી દૂર રહો : આર. માધવન

નવી દિલ્હી, તા. 6 : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ના નવા વડા આર. માધવને કંપનીને રફાલ કરાર સાથે જોડાયેલી રાજનીતિથી દૂર રહેવા માટેની સલાહ આપી છે. વિપક્ષે આને લઇને સરકાર ઉપર ઓફસેટ કોન્ટ્રેક્ટમાં એચ.એ.એલ.ની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં એચ.એ. એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમાયા બાદ પ્રથમ ઇન્ટરવ્યૂમાં માધવને કહ્યું છે કે, કંપની કોઇપણ પ્રકારના ઓફસેટ બિઝનેસમાં નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer