હોમગાર્ડની 24 મહિલાની સતામણી કેસમાં બે ઉચ્ચ અધિકારી સસ્પેન્ડ

અમદાવાદ, તા. 6 : સુરત હોમગાર્ડમાં ફરજ બજાવતી 24 મહિલાઓ સાથે જાતીય સતામણી સહિતના માનસિક યાતનાનો ચકચારભર્યા વિવાદમાં આખરે ઉચ્ચ સત્તાધીશો દ્વારા સુરત હોમગાર્ડના કમાન્ડીંગ ઓફિસર સોમનાથ ગહેરવાલ અને મહિલા સબ ઇન્સ્પેકટર ભાવના કંથારિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે. હોમગાર્ડ વિભાગની આ શિક્ષાત્મક કાર્યવાહીને પગલે રાજ્યભરમાં હોમગાર્ડઝ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. તો, ઉપરી અધિકારી વર્ગમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
તાજેતરમાં પોતાના જ ઉપરી અધિકારીઓ દ્વારા તેઓનું શારીરિક, માનસિક અને જાતિય શોષણ કરાતાં હોવાના આરોપ સાથે સુરતની 24 જેટલી હોમગાર્ડ મહિલા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચતાં ભારે વિવાદ જાગ્યો હતો. અને સમગ્ર મામલો ગરમાયો હતો.
અત્રે નોંધવું રહ્યું કે પીડિત મહિલાઓએ સુરતના પોલીસ કમિશનર શર્માને મળીને આ સંબંધમાં ફર્યાદ નોંધાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer