ઇડીનો સપાટો; ચોકસીનો સાથી કોલકાતા હવાઇ મથકેથી ઝડપાયો

નવ દિલ્હી, તા. 6 : ઇડીએ ભાગેડૂ મેહુલ ચોકસીના સહયોગી દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટથી ધરપકડ કરી છે. તે હોંગકોંગથી કોલકાતા પહોંચ્યો હતો તે જ સમયે ઇડીએ તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇડી અને સીબીઆઇએ તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.
કુલકર્ણીની ધરપકડ મની લોન્ડ્રીંગના કાયદા હેઠળ કરવામાં આવી છે. કુલકર્ણીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેને મુંબઇ લઇ જવા માટે ઇડી તેના ટ્રાંજિટ રિમાન્ડની માંગશે.
દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બૅન્કના બે અબજ અમેરિકી ડૉલરના છેતરપિંડી કેસમાં મની લોન્ડરિંગની તપાસ સંબંધમાં ભાગેડુ જ્વેલર નિરવ મોદીની દુબઈમાં રૂા. 56 કરોડથી વધુ મૂલ્યની 11 મિલકતો અમે જપ્ત કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer