અૉપરેશન અૉલઆઉટ વચ્ચે દિવાળી પર આતંકવાદી હુમલાનો ખતરો

નવી દિલ્હી, તા. 6 : આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતી નાપાક હરકતો અને ઘૂસણખોરી વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા રહ્યા નથી. પાકિસ્તાન દ્વારા મોટાપાયે ઘૂસણખોરોને ઘુસાડી દેવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટ વચ્ચે હચમચી ઊઠેલા આતંકવાદી કેટલાક હુમલાને અંજામ આપી શકે છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનેલી છે.
નવેસરના ગુપ્ત હેવાલ બાદ તમામ જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલના મહિનામાં કાશ્મીરમાં તમામ આતંકવાદીઓને શોધી-શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે. તેમના નેતાઓને ઠાર કરાયા છે. તેમની કમર તોડી નાખવામાં આવી છે. આવી સ્થિતિમાં આતંકવાદીઓ તેમની હાજરીને પુરવાર કરવા એક-બે હુમલાને અંજામ આપી શકે છે. આવી સ્થિતિમાં હુમલાના ખતરાને નકારી શકાય નહીં.
પાકિસ્તાન ભારતમાં દિવાળીની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસ કરી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer