હાજીઅલીના દરિયામાં 72 વર્ષ બાદ ચળકતી ગોકળગાયની `વિશિષ્ટ પ્રજાતિ'' મળી આવી

હાજીઅલીના દરિયામાં 72 વર્ષ બાદ ચળકતી ગોકળગાયની `વિશિષ્ટ પ્રજાતિ'' મળી આવી
મુંબઈ, તા. 6 : સમુદ્ર વિજ્ઞાનના અભ્યાસુ શૌનક મોદીને હાજીઅલીના દરિયા નજીક મૉર્નિંગ વૉક કરતી વખતે `ગ્લોસોડોરીસ બૉમ્બેયાના' નામની ચળકતા રંગની ગોકળગાયની અલભ્ય પ્રજાતિ મળી આવી હતી. જાણકારોના મતે છેલ્લે 1946માં એટલે કે 72 વર્ષ બાદ આ સમુદ્રી જીવનાં દર્શન થયાં છે.
સી સ્લગ (દરિયાઈ ગોકળગાય) ખૂબ જ ચળકતા રંગો ધરાવતી પ્રજાતિ છે. એ મોટે ભાગે દરિયાના તળિયે જ રહે છે.
શૌનક મોદીએ જણાવ્યું હતું કે એને સિનિયર સિટિઝન્સ સાથેના વૉક દરમિયાન આ દરિયાઈ જીવડું મળી આવ્યું હતું. મેં એને એક ખડક પર ચોંટેલું જોયું હતું અને એની તસવીરો પાડી લીધી હતી. મેં ગાઇડબુક અને નિષ્ણાતોની મદદથી એને ઓળખી કાઢી હતી, જેમણે તે `બૉમ્બેયાના સ્લગ' હોવાનું જણાવ્યું હતું. હકીકતમાં બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટી (બીએચએનએસ)ના ડિરેક્ટર ડૉ. દીપક આપ્ટેએ એને સર્વપ્રથમ ઓળખી બતાવી હતી, જેઓ મરીન બાયોલૉજિસ્ટ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer