આજે વડા પ્રધાન ઉત્તરાખંડના હર્ષિલ ખાતે જવાનો સાથે દિવાળી મનાવશે

આજે વડા પ્રધાન ઉત્તરાખંડના હર્ષિલ ખાતે જવાનો સાથે દિવાળી મનાવશે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 6 : સશત્ર દળોના જવાનો સાથે દિવાળી મનાવવાની પોતાની પરંપરાને જાળવી રાખતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તરાખંડના હર્ષિલ ખાતે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે, એમ આજે મંગળવારે ઉચ્ચસ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે સૌપ્રથમ કેદારનાથની મુલાકાત લેશે અને ત્યાં ચાલતા વિકાસ કાર્યોની ચકાસણી કરશે અને ત્યાર બાદ પાછા ફરતાં તેઓ હર્ષિલ સ્ટેશન ખાતે આઇટીબીપીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. હર્ષિલ ખાતે તેઓ ભારતીય સૈન્યના જવાનોને મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં સતત પાંચ વર્ષથી જવાનોના નૈતિક જુસ્સાને વધારવા તેમની સાથે દિવાળી મનાવવાની પોતાની પરંપરાને જાળવી રાખશે.
2014માં વડા પ્રધાને સિયાચીનમાં જવાનો સાથે, 2015માં પંજાબમાં એલઓજી નજીક બીએસએફના જવાનો સાથે, 2016માં હિમાચલ પ્રદેશમાં આઇટીવીપીના જવાનો સાથે અને 2017માં જમ્મુ કાશ્મીરના ગુરેજ ખાતે જવાનો સાથે દિવાળી મનાવી હતી.
હર્ષિલ સ્ટેશન દરિયાથી 8000 ફૂટની ઊંચાઇ પર આવેલું છે અને તે ભારત-ચીન સરહદની નજીક છે અને યમનોત્રી ધામની નજીક છે. આ સ્થળ કુદરતી સૌંદર્યથ ભરપૂર છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer