દેબોરા હેરોલ્ડના જીવન પરની ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિઝ

દેબોરા હેરોલ્ડના જીવન પરની ફિલ્મમાં જેક્વેલિન ફર્નાન્ડિઝ
હાલમાં બૉલીવૂડમાં ખેલાડીઓના જીવન પરની ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે. સાઇના નેહવાલના જીવન પરની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અભિનય કરી રહી છે. જ્યારે સાઇક્લિસ્ટ દેબોરા હેરોલ્ડના જીવન પરની ફિલ્મમાં મુખ્ય અભિનય કરવાની ઓફર જેક્વેલિન ફર્નાન્ડિઝે સ્વીકારી છે. અભિનેત્રીને આ ફિલ્મની પટકથા ગમતા તેણે તરત જ તે સ્વીકારી હતી. તેના મતે દેબોરાનું જીવન પ્રેરણાદાયી છે. આથી જ તેણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જશે. 
23 વર્ષની દેબોરા કારનિકોરામાં મોટી થઇ છે અને યુસીઆઇ (યુનિયન સાઇક્લિસ્ટ ઇન્ટરનેશનલ)માં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય છે.  હાલમાં વૈશ્વિક સ્તરે દેબોરા ચોથા ક્રમાંકે છે અને તે 2020માં ટોકિયોમાં યોજાનારી અૉલિમ્પિકમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. દેબોરાના પિતા કારનિકોરામાં વાયુદળના અધિકારી હતા. 2004માં સુનામી ત્રાટકયું ત્યારે દેબોરા એક સપ્તાહ સુધી ઝાડ પર અટવાઇ ગઇ હતી. 2013થી તે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વેલોડ્રામામાં તાલીમ મેળવી રહી છે. 2014માં તેણે ટ્રેક એશિયા કપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે તાઇવાન કપ ટ્રેક ઇન્ટરનેશનલમાં પાંચ મેડલ જીતવાનું બહુમાન મેળવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer