ટેબલ ટેનિસમાં માણિકા બત્રાનો વિશ્વ ક્રમાંકમાં કૂદકો

ટેબલ ટેનિસમાં માણિકા બત્રાનો વિશ્વ ક્રમાંકમાં કૂદકો
નવી દિલ્હી, તા.7: પહેલા કોમનવેલ્થ ગેમ્સ અને પછી એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતની ટોચની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી માણિકા બત્રા વિશ્વ ક્રમાંકમાં તેની કારકિર્દીના સર્વોચ્ચ પ3મા નંબર પર પહોંચી ગઇ છે. માણિકાનું લક્ષ્ય એક વર્ષની અંદર ટોચની 20 ખેલાડીમાં સામેલ થવાનું છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે માણિકા બત્રાએ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પુરુષ ટેબલ ટેનિસ ક્રમાંકમાં ભારતનો સથિયન 36મા સ્થાન પર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer